ધૂપ-છાઁવ - 80

(29)
  • 3.8k
  • 1
  • 2.3k

ઈશાન અને અપેક્ષા બંને એકબીજાનામાં ખોવાયેલા હતા અને એટલામાં અપેક્ષાના સેલફોનમાં રીંગ વાગી અને તે પણ અડધી જ.. ફક્ત મીસકોલ.... કોણે કર્યો હશે મીસકોલ? અપેક્ષા એક સેકન્ડ માટે જાણે ધ્રુજી ઉઠી પણ પછી તેણે મનોમન નક્કી કર્યું કે, જે હોય તે મારે તે ભણી જોવું જ નથી અને ચિંતામાં પડવું જ નથી. પરંતુ તેની ચિંતા જાણે ઈશાને વહોરી લીધી હોય તેમ તેણે અપેક્ષાને મીસકોલ જોવા કહ્યું, હવે અપેક્ષાને ઉભા થયા વગર છૂટકો જ નહોતો...અપેક્ષાએ જોયું તો અજાણ્યો નંબર હતો એટલે તેણે ઈશાનને કહ્યું કે, "અનક્નોવ્ન નંબર છે, હશે કોઈ છોડને અત્યારે..!!" પરંતુ ઈશાનના દિલને તેમ ટાઢક વળે તેમ નહોતી એટલે