વસુધા - વસુમાં - પ્રકરણ - 64

(42)
  • 3.1k
  • 2
  • 1.8k

વસુધા પથારીમાં આડી પડી. આકુને પોતાની તરફ ખેંચી છાતી સરસી ચાંપી દીધી એનાં કપાળે બચી ભરી અને જાણે એનું માતૃત્વ છલકાઈ ગયું. એની નજર બારીની બહાર અવકાશ તરફ પડી. બધે સુનકાર છવાયેલો. થાકેલાં માળાનાં પંખી કે થાકેલા માણસો બધાં ઘસઘસાટ નીંદરમાં હતાં. અહીં વસુધા અવકાશ તરફ મીટ માંડીને સૂતી હતી. એની આંખોમાં ભીનાશ છવાઈ હતી. બે દિવસની બધી ચર્ચાઓ અત્યારે એક સાથે મનમાં વાગોળી રહી હતી. એનાં સાસ સસુર એમની ફરજ બજાવવા અહીં એનાં માવતરને ત્યાં આવ્યાં હતાં. એમની ફરજમાં વસુધાનું સુખ છુપાયું હતું. વસુધા બધું સમજતી હતી કે એ માત્ર ફરજ ખાતર નહીં પણ ખરેખર માવતરની લાગણીથી ઇચ્છતાં હતાં