દ્ધાર્થે સ્કોર્પીયન ઉર્ફે શૌનીક બાસુનાં પેપર્સ તૈયાર કરી દીધાં. મેઈલ પરથી ઓર્ડરની કોપીઓ કાઢી ફાઈલ કરી અને બાકીનાં પેપર્સ મેજરનાં માણસોને આપી દીધાં. શૌનીક બાસુને કોલકોતા મોકલવાની તૈયારીઓ પુરી કરી. શૌનીક બાસુને અર્ધ લશ્કરી દળોની નીગરાની નીચે બાગડોગરા મોકલી દીધો. સિદ્ધાર્થે હાંશ કરી એની ચેમ્બરમાં બેઠો. આટલી બધી ઠંડક વચ્ચે પણ એને ગરમી લાગી રહી હતી અકળામણ થઇ રહી હતી એણે એ. સી. ચાલુ કર્યું અને એનાં આસીસ્ટન્ટ પવનને બોલાવે છે. સિદ્ધાર્થે જોયું પવનને બોલવાવ્યો પણ દરવાજામાંથી ચેમ્બરમાં દેવ આવ્યો. એને આશ્ચર્ય થયું એણે કહ્યું “દેવ તારે...” એ આગળ બોલે પહેલાં દેવે કહ્યું “સર હવે તમે થોડાં ફ્રી થયાને ?