નવી પેઢી નવો જમાનો

  • 1.9k
  • 1
  • 636

નવી પેઢી-નવો જમાનો હિતેશ અને હેમાલીના લગ્ન એક મહિના પહેલા થયા હતા. ઘરના બધા મહેમાનો ગયા હતા. ઘરના મોભી ગણાય એવા હિતેશના માતા ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડેલ હતું જેને સરખું કરવામાં લાગેલી હતી. હિતેશે ઘણી વાર કહ્યું, "મંમી, હેમાલીને રસોઈ કરવા દો, કાંઇ નહીં તો તે ઓછામાં ઓછી તમને મદદ કરશે."પણ, મંમી એટલે માને તો મંમી ક્યાં કહેવાય. “લગ્ન થયાને હજી પંદર દિવસ પણ નથી થયું, દુનિયા શું કહેશે. પુત્રવધૂના હાથની મહેંદી પણ નથી સુકાઇ અને તેને ચૂલામાં રસોઈના કામમાં ધકેલી દીધી. તમે લોકો નવા જમાનાના બાળકો છો, તમે ગમે તે કહો, પણ મારે કે બહારના સામાજીક સંસારને સમજવાનો છે.હેમાલી