અહંકાર ટે…ટુ…..ટે….ટુ કરતી સાયરન વગાડતી ગાડી સભાના સ્થળે આવીને ઊભી રહી. એની આજુબાજુ બીજી આઠ-દસ ગાડીઓ ગોઠવાઈ ગઈ હતી. એક ગાડીમાંથી કમાન્ડો રાઈફલ લઈને દોડતા આવીને ઊભા રહયા. કાળા કાચવાળી ગાડીમાંથી મેડમ મમતા વર્મા સડસડાટ ઊતરીને મંચ સુધી પહોંચ્યાં. પણ મંચના પગથિયાં ચડતાં ચડતાં તેમણે પહેરેલ કાળા ચશ્માંની પારથી કંઈક પરિચિત ચહેરો નજરમાં આવ્યો. સાઈડમાંથી દેખાતો એ ચહેરો તેમને કંઈક પરિચિત લાગતો હતો. પણ એ ચહેરાના ચિત્રને પોતાના મગજના કોમ્પ્યુટરમાં ગોઠવે તે પહેલાં ભીડમાં એ ચહેરો કયાંક ખોવાઈ ગયો. કોણ હતું એ ? મંચ ઉપર સ્થાન લેતાં પહેલા એમણે ભીડમાં એ ચહેરો ફરીથી શોધવા પ્રયાસ કર્યો, પણ ન જોઇ શક્યા...પોતાની