સુખની સરવાણી

  • 1.8k
  • 1
  • 670

સુખની સરવાણી ‘‘મંમી, તું મને શા માટે દબાણ કરું છું ? હું આ લગ્ન નહીં કરું, હુમાએ તેના કરુણાભર્યા સ્વરે રડતાં કહ્યું. "ના, દીકરી, તારે માટે કાંઇ જબરજસ્તી નથી. અમે તો તારા સારા માટે બધું કરી રહ્યા છીએ. આવા સંબંધો વારંવાર આવતા નથી. હશીત એક સુંદર, બુદ્ધિશાળી અને આશાસ્પદ યુવાન છે. સારી નોકરી, સારું કુટુંબ.  શું બેટા, આવી તકને ઠુકરાવી દેવાનો કોઈ અર્થ છે," હુમાની માતાએ પ્રેમથી માથું હલાવતા કહ્યું."ના, મંમી, ના. આ ક્યારેય બની શકે નહીં. મંમી, તમે પહેલેથી જ જાણો છો કે હું સંધિવાથી પીડિત છું. તમામ પ્રકારની સારવાર લીધા પછી પણ હું સાજી થઈ શકેલ નથી. કપડાંથી