હું સૌમ્યા. મારે આજે તમને મારી વાત કરવી છે. એક સમય હતો કે જ્યારે એક બાળક તરીકે મને મારા પિતા પ્રત્યે શરમ આવતી હતી. મારા પપ્પા રસ્તાની સાઈડમાં એક નાની પતરાંની બનેલી દુકાનમાં પાન વેચતા અને સાથે જૂના ગેસ સ્ટવ અને કુકર રીપેરીંગ કરવાનું કામ કરતા.અમે બિહારના એક નાના શહેર સુપૌલમાં રહેતા હતા. અમારુ કાચુ ઘર ગાર માટીનું બનેલુ હતું, ઘરની બહાર ધુળીયું આંગણુ હતું. એ દિવસોમાં લગભગ રોજ અમારા જમવામાં રોટલી, ડુંગળી અને અથાણું બસ એટલું જ રહેતું. મારી મમ્મી નાનુ મોટું સીવણ કામ કરીને અમારા પરિવારને ટકાવી રાખવાની જહેમતમાં પપ્પાને મદદ કરતી.હું જૂના કપડા પહેરીને શાળાએ જતી.ગયા વર્ષની