મથાળા પરથી ચોક્કસ ખ્યાલ આવે કે આ કહાની નારીની છે. પછી તે ભારતના ગામમાં હોય, શહેરમાં હોય કે અમેરિકામાં ! ઓછા વત્તા અંશે સમગ્ર વિશ્વમાં નારીના હાલ એક સરખા છે. હા, તેમાં સ્થળ અને સંજોગ ભાગ જરૂર ભજવે છે. અંતે એક સૂર નીકળે છે. ૨૧મી સદીમાં જ્યાં નારી પુરૂષની સાથે ખભે ખભા મિલાવી ડગ માંડી રહી છે, છતાં પણ એવી લાગણી શામાટૅ અનુભવે છે ? શું આ તેના માનસનું અધઃપતન છે? તે આ વિષચક્રમાંથી કદી બહાર નહી આવે ? ના સાવ એવું તો નથી. કેટલીક વિરાંગનાઓ તેનાથી પર છે. જ્યારે જે ઘરમાં ‘સ્ત્રીઓ પાટલુન’ પહેરે છે, તે એમાં અપવાદ રૂપ