એક અંધારી રાત્રે - 8

  • 3.1k
  • 1
  • 1.9k

8. હું કેટલીયે વાર સુધી એમ ને એમ પડ્યો રહ્યો. અંદરથી હું સખત ડરી ગયેલો. મને લાગતું હતું કે ગમે તે ઘડીએ આ પ્રેતાત્મા મારો જીવ લઈ લેશે. મારી આંખ ખોલવાની હિંમત નહોતી અને નહીં તો પણ ચારે બાજુ, આ બંગલાની બહાર તેમ જ અંદર માત્ર ઘોર અંધારું હતું. આંખ ખોલું તો પણ શું? વળી વિચારો મગજ થોડું શાંત થતાં ફર્યા. દરિયાનાં મોજાંની જેમ લાગણીઓ ઘડીકમાં તેને મને ગમી ગયેલી સુંદર સ્ત્રી કલ્પે તો ઘડીમાં તેનું હમણાં જોયેલું પ્રેત સ્વરૂપ. એક તરફ થોડી ઉત્તેજના થવા લાગી તો બીજી તરફ ડર. આખરે લાગ્યું કે એ મનુષ્ય ન હોઈ શકે અને આવું