એક અંધારી રાત્રે - 7

  • 3.5k
  • 1
  • 2k

7. એમ ને એમ નિરવ શાંતિ અને ગાઢ અંધકારમાં અમે કેટલો સમય બેઠાં રહ્યાં હશું તેનો અંદાજ નથી. મારા મગજમાં એ વાત ઘોળાયા કરી કે આજ સુધી વેમ્પાયર તરીકે એકદમ રૂપાળી, યુવાન સાથે સારા ઘરની શિક્ષિત સ્ત્રી બતાવી જોઈ કે સાંભળી નથી. ચોક્કસપણે આ યુવતી કલ્ચર્ડ છે અને મને મદદરૂપ પણ થઈ હતી. છતાં જે જોયું અને કહેવાયું તે મુજબ લાગતું હતું કે ખૂબ લાંબા સમયથી બંધ બંગલામાં આ અપાર્થિવ સ્ત્રી રહે છે. બીજી તરફ મન કહેતું હતું કે આવી સ્ત્રી ભૂત, ચુડેલ કે ડાકણ ન હોઈ શકે. અત્યારે તો હું શાંતિથી બેઠો રહ્યો. એકદમ કાચની બારી ખખડી. દરવાજો ધણધણ્યો.