નેહડો ( The heart of Gir ) - 75

(31)
  • 3.9k
  • 2
  • 1.6k

રાધી ઘરે રહીને તેની માડીને કામમાં મદદ કરતી હતી. માલઢોર જંગલમાં ચરવા જાય પછી ઘરે ઘણું કામ રહેતું હોય છે. વહેલી સવારમાં ગાયો ભેંસોને દોહીને તેનું દૂધ એકઠું કરવું. આગલા દિવસના થોડા ઘણા વધેલા દૂધને મેળવીને તેનું દહીં બનાવેલા ગોરસને વલોણાથી વલોવવાનું કામ પણ વહેલી સવારમાં જ કરવાનું હોય છે. દહીં વલોવીને તેમાંથી માખણ ઉતારી છાશનું યોગ્ય વિતરણ કરવાનું કામ પણ હોય છે. જેના ઘરે દુજાણા ગાય,ભેસ ના હોય તેવા લોકો જમવા સાથે છાસ લેતા હોય છે. આવા જરૂરિયાત મંદો માટે રાધી છાસ ઢાંકીને રાખી મૂકે છે. તાજુ ઉતારેલું માખણ ચૂલે ચડાવી તેનું તાવણ કરવામાં આવે છે. જેના માટે બળતણની