ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 'ટ્રીન ટ્રીન ટ્રીન' ભર ઊંઘમાં સુતેલા જીતુભાની ઊંઘને મોબાઈલની ઘંટડી એ ઉડાડી દીધી. એણે મોબાઈલ હાથમાં લઈને અર્ધ ખુલી આંખે સ્ક્રીન પર જોયું પોણા છ વાગ્યા હતા. અને મોહિનીનો ફોન હતો. એ સ્વસ્થ થયો લાઈટ ચાલુ કરી સામે દીવાલ પર ઘડિયાળ માં સવા ચારનો સમય દેખાતો હતો. એ બે એક સેકન્ડ કન્ફ્યુઝ થયો. પછી યાદ આવ્યું મોબાઈલમાં એણે ભારત નાજ સમયનું જ સેટિંગ રહેવા દીધું હતું. ત્યાં ફોન કટ થઈ ગયો. એક નજર ફોન પર નાખીને એ બાથરૂમમાં ગયો અને ફ્રેશ થઈને બહાર