ધૂપ-છાઁવ - 79

(27)
  • 3.2k
  • 1
  • 1.7k

લાલ કલરના કોરવાળા સફેદ પાનેતરમાં દુલ્હનના શણગારવામાં સજેલી અપેક્ષા અવકાશમાંથી પરી ઉતરીને આવી હોય તેટલી સુંદર લાગી રહી હતી. જે તેની સામે નજર કરે તેની નજર તેની ઉપર જ અટકેલી રહેતી હતી. તેનો લાડકવાયો ભાઈ અક્ષત તેને ઉંચકીને લઈ આવ્યો અને તેના પીએસઆઇ મામાએ તેને હાથ પકડીને માયરામાં પધરાવી હતી એક બાજુ ગાયક મંડળી લગ્ન ગીતો ગાઈ રહી હતી અને બીજી બાજુ ગોરમહારાજ સંસ્કૃતમાં શ્લોક બોલીને અપેક્ષા પાસે વિધિ કરાવી રહ્યા હતા. અપેક્ષાને પરણાવવા માટે અર્ચના અને અક્ષત બેઠાં હતાં. થોડીવારમાં ઈશાન લગ્નના હોલને દરવાજે આવીને અપેક્ષાની રાહ જોતો ઉભો રહ્યો એટલે અપેક્ષાને તેને હાર પહેરાવવા માટે બહાર લઈ જવામાં