(ભાગ - ૧૮) રીટા તું આટલો ગુસ્સો કેમ કરે છે? આ તું ક્યાં જવાની તૈયારી કરે છે?મને ઓફિસથી અત્યારે કેમ બોલાવી લીધો? આપણે અત્યારે જ તિથલ જવું છે.બન્ને છોકરીઓ ને લેતા આવીએ. કેમ શું થયું? તિથલ અત્યારે કેમ જવું છે? થોડા દિવસ ત્યાં રૂહ ને રહેવા દે એ ફ્રેશ થઈ જશે. ના હવે મારું મન માનતું નથી.આ મિતાના ફૈબા આવ્યા છે.એને રૂહ સાથે કેવું વર્તન કર્યું.બધી વાત મને સીમા એ ફોનમાં સીમાએ કરી ત્યારે ખબર પડી. રૂહ કંઇક કરી બેસશે તો આપણે શું કરશું. રીટા મારી વાત સાંભળ તારી જગ્યા એ તું સાચી છો.તારી મમતાને હિસાબે તું આ વાત કરે