-: નિર્ભયતા :-નાનકડા ગામમાં રહીને રાઘવભાઇ ખેતમજૂરી કરતા હતા. તેમના પરિવારમાં પત્ની રમીલા, પુત્ર રમેશ અને પુત્રી રૂપા હતા. રમેશે ગામની જ પ્રાથમિક શાળામાં ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, જ્યારે તેની બહેન રૂપા ઈન્ટરમીડિયેટ સ્કૂલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પરિવાર વ્યવસ્થિત રીતે ચાલતો હતો, તેથી રાઘવભાઇની ઈચ્છા હતી કે તેના બંને બાળકો સારી રીતે ભણે. રૂપા તેના નામ પ્રમાણે સુંદર અને રમતિયાળ હતી. એવું લાગતું હતું કે તે જાણે આરસમાંથી કોતરેલી કોઈ જીવંત પ્રતિમા હોય. જ્યારે પણ તે સાયકલ પર શાળાએ જતી ત્યારે ગામના રખડતા, તોફાની છોકરાઓ તેને જોઈને ટીપ્પણીઓ કરતા અને ખોટી રીતના હાવભાવ કરતા.રૂપા આ વાતોની