સત્યવાદી ચોર

(24)
  • 6.6k
  • 1
  • 2.4k

કાલુ વ્યવસાયે ચોર હતો.. એ ધરમપુર નામનાં નગરમાં રહેતો હતો. નગરમાં એક સંત હતા જેમની પાસે ઘણા લોકો ધ્યાન શીખવા જતા. કાલુને પણ ધ્યાન શીખવાની ખૂબ ઈચ્છા હતી. એક દિવસ એ સંત પાસે ગયો અને તેમને ધ્યાન શીખવવા વિનંતી કરી તેણે સંત સમક્ષ કબૂલાત પણ કરી કે તે ચોર છે અને ચોરી થકી જ તે પરિવારનું ગુજરાન ચલાવે છે. કારણ કે તેને બીજો કોઈ કામધંધો આવડતો નથી. "ચોરી કરવા સિવાય તારામાં કોઈ ખરાબ ટેવો કે દુર્ગુણો છે?" ગુરુજીએ તેને પૂછ્યું “મહાત્મા, જ્યારે પણ ચોરી કે ધાડમાં થોડો વધારે દલ્લો મળ્યો હોય ત્યારે હું થોડો દારૂ પીઉં છું. જ્યારે મને પુષ્કળ