(ભાગ - ૧૫) જતીન અને મારિયા એમની વાતોમાં ત્યાંથી ચાલ્યા જાય છે.રૂહ ઘરમાં એકલી હોય છે.જોકે રૂહ માટે આ નવી વાત નથી.મહિનામાં 10days જતીન આ રીતે કામના બહાને બહાર જ રહેતો.પણ આજ રૂહ ફીલ કરે છે કે ખરેખર એ એકલી છે. હોસ્પિટલમાં બધી જતીન અને મારિયાની વાત સાંભળી લીધા પછી પોતાના પગ નીચેથી જમીન ખસી ગઇ હોય એવો અહેસાસ થતો હોય છે. શું કરવું એ કંઈ સમજી શકતી નથી. હોસ્પિટલમાં જ dr.Haiyatની મદદથી બીજે દિવસે afternoon ની ઇન્ડિયાની ટિકિટ બુક કરી લીધી હતી.કેમકે એ હવે અહિં રહેવા માંગતી ન હતી કે જતીન સાથે કોઈ પણ disction કરવા માંગતી ન હતી.