શ્રાપિત - 33

  • 2.5k
  • 2
  • 1.2k

જમવાના ટેબલ પર બધાં મિત્રો સાથે જમવા બેસેલાં હતાં. આકાશ આમતેમ નજર કરીને જોવાં લાગ્યો.‌ પરંતુ આસપાસ ક્યાંય અવની દેખાણી નહીં. આકાશ બાજુમાં બેસેલા સમીરને અવનીને રૂમમાંથી બહાર બોલાવી લાવવાં મોકલ્યો. સમીરએ રૂમનો દરવાજો ખોલતાં આખાં રૂમમાં અંધકાર હતો.‌ સમીર દરવાજાની બાજુમાં રહેલી લાઈટની સ્વીચ ચાલું કરી. લાઈટની સ્વીચ ચાલું કરીને સમીર પાછળ ફર્યો ત્યાં અવની ખુલ્લાં વાળ કરીને બેડ પર પાછળ ફરીને બેઠી હતી. " એક એકને શોધી કાઢીશ કોઈને નહીં છોડુ. એક એકને શોધી કાઢીશ કોઈને નહીં છોડુ...." અવની આ વાક્ય વારંવાર બોલતી હતી. સમીર અવનીની વાત સાંભળીને ગભરાઈ જાય છે. આકાશને બહારથી બોલાવી લાવવાંનો વિચાર સમીરના મનમાં