આગગાડી એક રાક્ષસી ઇમારત સામે વિશાળ મેદાનમાં ઊભી રહી. એ ઇમારતનું બાંધકામ અલગ શૈલીનું હતું. તેની દીવાલો પથ્થરના મોટા મોટા ચોસલા ચણીને તૈયાર કરેલી હતી. તેની બારીઓ અને દરવાજા કમાન આકારના હતા. કમાન આકારના વક્રભાગ પર પથ્થરમાં કોતરણી કરી તોરણ બનાવેલા હતા. ઇમારત બહુમાળી નહોતી. તેનો ઉપરનો ભાગ ઘૂમ્મટ આકારે ચણેલો હતો. ઘૂમ્મટનો ટોચનો ભાગ અણીદાર હતો અને તેના પર ત્રિકોણાકાર વાવટો ફરકતો હતો. ગુરૂ જગમાલે વિરાટને દીવાલ પારના ઘણા કાયદા સમજાવ્યા હતા એ મુજબ જ વાવટો લાલ રંગનો હતો અને તેના પર કાળા રંગે ઘુવડ ચીતરેલું હતું. દીવાલના પથ્થરો