એ પછીની ક્ષણે ત્રણ ઘટનાઓ એક સાથે ઘટી. નિર્ભય સિપાહીએ વિરાટ તરફ જોયું અને તેનો કટારવાળો હાથ વિરાટની છાતીનું નિશાન લેવા તૈયાર થયો. વિરાટના શરીરનું બધુ લોહી જાણે તેના મગજમાં ધસી આવ્યું હોય તેમ તેનું માથું ફાટફાટ થતું હતું. એક ક્ષણ માટે તેની આંખોમાં દેવતાઓની આંખો જેમ લાલ રંગની નાસોની કરોળિયાના જાળા જેવી ભાત રચાઈ. એ જ સમયે બાજુની કારનો દરવાજો ખૂલ્યો અને તે કારનો નિર્ભય સિપાહી વિરાટની કારમાં દાખલ થયો. વિરાટનું મગજ ગુસ્સાથી ફાટી ગયું હતું કે કેમ પણ તેને લાગ્યું જાણે એ વિધુતમય બની ગયો છે. તેના રૂવેરૂવે