સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -34

(88)
  • 5.9k
  • 6
  • 3.8k

સ્ટ્રીટ નંબર- 69પ્રકરણ -34 સાવીની સામે વિચિત્ર ડ્રેસવાળી છોકરી આવીને કહ્યું “તું અહીં કેમ આવી છે ? તને બોલાવી છે ? તારું નામ શું છે ? તું આટલે સુધી અંદર કેવી રીતે આવી”સાવીને હવે ખબર પડી ગઈ કે આ લોકોને શક થઇ ગયો છે બહાર રીસેપશન પર કંઈ પૂછ્યું નહીં હું અહીં સુધી આવી ગઈ પછી આ પૂછપરછ ? એણે ચારેબાજુ જોવા માંડ્યું એને સીસીટીવી કેમેરાં ક્યાંય જોવા ના મળ્યાં એને થયું સ્પાય કેમેરાં હશે. એણે બધેથી વિચારતું મન સ્થિર કરીને પુરા વિશ્વાસ સાથે કહ્યું “એય તું મને એવી કેવી રીતે બોલાવે છે ? આ વાત કરવાની રીત છે ?