ધ સ્કોર્પિયન - પ્રકરણ -51

(87)
  • 5.8k
  • 4
  • 3.4k

ધ સ્કોર્પીયનપ્રકરણ -51 દેવને હવે બધું જાણ્યાં પછી એક એક વાત જાણવાનું કુતુહલ હતું એ જેમ જાણતો જતો હતો તેમ તેમ વધુ પ્રશ્ન કરી રહેલો. એણે એનાં પાપાને કહ્યું “પાપા સોફીયા સાક્ષી બની ગઈ એનાં માટે અને સરકાર માટે પણ સારું થયું પણ મને એક પ્રશ્ન હજી સતાવે છે કે એની સાથે શું થયું હતું ? મેં અનેકવાર એને પ્રશ્ન કરેલાં પણ એ કાયમ કોઈક કારણે અટકતી હતી ખબર નથી કેમ ?”“પાપા...એકવારતો એ લગભગ કહેવા પરજ આવી ગઈ હતી પણ ત્યારે..”.એમ કહી ચૂપ થઇ ગયો સિદ્ધાર્થ સામે જોઈ રહ્યો . સિદ્ધાર્થ અને રાય બહાદુરની આંખો એક થઇ. રાય બહાદુરે કહ્યું