દિવાળીની ખરીદી

  • 3.7k
  • 1
  • 1.4k

" પપ્પા મારે દિવાળીની શોપિંગ કરવા જવું છે મને તમારું ક્રેડિટ કાર્ડ આપોને, " એમ ઋત્વીએ રાજેશભાઈને કહ્યું. " અરે ઋતુડી હમણાં તો ગઈ હતી, કેટલા લૂગડાં ભેગા કરીશ,મૂઈ? "ઓશરી ( ગાર્ડન સ્પેસ) માંથી સાવિત્રીબેન એ જવાબ આપ્યો. " બા, જવા દો અત્યારે ઉંમર છે તો જીવી લેવા દો ને, તમારી જેમ ધોળા આવશે પછી થોડી જશે. " રાજેશ ભાઈએ સાવિત્રીબેન ને કહ્યું... " તને, તો ખબર છે ને રાજુ કે પૈસા કેમ કમાઈ છે અને આ મૂઉંને બવ ચઢાવી રાખી છેને, જમાનો ખરાબ છે બગડતા વાર નઈ લાગે.. આમને આમ માથે ચઢાવ એટલે એક દી નામ ડૂબાડે",સાવિત્રી બેનએ હાંફતાં-હાંફતાં