પ્રકરણ ૧૧બેત્રણ બાજુથી થયેલ એટેકથી જીએમ જાણે ગભરાયાં હોય તેમ લાગ્યું. અચલે તે મોકાનો ફાયદો ઉઠાવતાં યોગી ઈશ્વરચંદે આપેલી ૐ કોતરેલી નાની આગળથી તીક્ષ્ણ એવી નાની લાકડી જીએમનાં હ્રદયમાં ખોસી દીધી. ત્યાંથી કાળાં જેવું લોહી વહેવાં માંડ્યું. જીએમનું શરીર અગ્નિ નીકાળતું ત્રાડો પાડતું નીચે પડ્યું. યોગી ઈશ્વરચંદ સિવાય બધાંનાં જીવ પડીકે બંધાઈ ગયાં અને બધાં બારણાં તરફ દોડયાં. પણ યોગીએ તે બધાંને સાંત્વનાં આપતાં રૂમમાં પાછાં બોલાવ્યાં. જીએમને જેમનાં તેમ પડી રહેવાં દઈ યોગી જીએમની વાઈફ પાસે ગયાં. જ્યાં જ્યાં જીએમનાં દાંત વાગ્યાં હતાં કે નખ વિગેરેથી ઘા પડ્યાં હતાં ત્યાં ત્યાં બધે પવિત્ર રાખ અને પવિત્ર પાણી લગાવ્યાં. અને