પ્રકરણ ૯જે સુંદરતા, સાદગી અને આત્મવિશ્વાસ સાથે થોડાં મહિનાંઓ પહેલાં આ જોબમાં જોડાઈ હતી તેનાથી ડબલ હતાશ, સર્વસ્વ ખોઈ બેઠેલી, ઊંડી ઊતરી ગયેલ આંખોની આસપાસ દેખાતાં કાળાં કૂંડાળાવાળી, શરીરે સુકાઈ ગયેલી તે એકધ્યાનથી યોગી ઈશ્વરચંદની વાતો સાંભળી રહી હતી. તેનું ધ્યાન ભંગ ના થાય તેની કાળજી રાખતાં દબાતાં પગલે યોગી ઊઠીને તેની પાસે આવ્યાં. પોતાની પાસેથી રુદ્રાક્ષનો એક મણકો કાઢી લાલ દોરામાં પરોવી તેને અને અચલને પહેરાવી દીધો. તેમણે ઓમ લખેલી બે નાની લાકડીઓ બંનેને આપી, જેની આગળની અણી બહુ તીક્ષ્ણ હતી અને ઈશ્વરની નાની સરખી મૂર્તિ પણ ઘરમાં રાખવાં આપી. તેમનાં પ્રમાણે દરેક વેમ્પાયર પાસે જુદી જુદી શક્તિ હોય