પ્રકરણ ૮એ જોતાં જ એકક્ષણનાં ય વિલંબ વિનાં અચલે કારનો ડોર ખોલ્યો અને બહાર તરફ છલાંગ મારી દોડ્યો. પણ એનાંથી યે વધુ ત્વરાથી તેણે અચલનો હાથ પકડી લીધો. ખેંચાતાણ થઈ જતાં અચલ હાથ તો છોડાવી શક્યો પણ તેનાં શર્ટની સ્લીવ પરિધિનાં હાથમાં આવી ગઈ. તેણે એ જોરથી ખેંચવાનો પ્રયાસ કર્યોં પણ હવે અચલ વધુ ત્વરાથી ભાગ્યો. અને ખાલી શર્ટની સ્લીવનો ફાટેલો ટુકડો તેનાં હાથમાં રહી ગયો! તે ધૂંધવાઈ ઊઠી. તેની અંદરની પિશાચીવૃતિએ એક તીણી ચીચીયારી નાંખી. અચલ ત્યાં સુધીમાં તો મકાનનાં વરંડાને પસાર કરતો ખુલ્લાં બારણાંમાંથી ઘરમાં પેસી ગયો. હાંફતાંહાંફતાં તેને રૂમની વચોવચ મોટા સીંગલચેર સોફામાં એક પચીસેક વર્ષનો પડછંદ