ખૂની ખેલ - 4

(22)
  • 4.2k
  • 2.4k

પ્રકરણ ૪ જેમજેમ દિવસો વીતતાં ગયાં તેમતેમ ઘરનાં દરેકે તેનો બદલાવ નોંધ્યો. મમ્મી ચિંતા કરવાં માંડી અને રોજ નવી નવી હેલ્થી રહેવાની રેસીપી બનાવી તેને જબરદસ્તી ખવડાવવાં માંડી. નાનો ભાઈ માંયકાંગલી કહી ચિઢવવાં માંડ્યો. પપ્પાએ તેને પાસે બેસાડી તેનાં મનને જાણવાનો પ્રયત્ન કરવાં માંડ્યો. તો ઓફીસમાં તેની પાછળ તેની ચર્ચાઓ થવાં માંડી. આજકાલનાં આવેલાં અચલે પણ ‘તમારી હેલ્થનું ધ્યાન રાખો! હું આવ્યો ત્યારે તો તમે સરસ હતાં આજકાલ કેમ આવાં સાવ બિમાર દેખાવ છો?’ કહી તેનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલો. તેને આ બધું દેખાતું તો હતું બસ, તેને શું થઈ રહ્યું છે તે સમજાતું નહોતું. જોકે, રિધીમાએ તો તેને સ્પષ્ટ