‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 15-16

  • 3.2k
  • 1.4k

15 -અમે અહીં શું કરવા આવ્યા છીએ ? શું દિલ્હીમાં અમે ફેંકવા માગતાં હતાં કે જુઓ માનસરોવર જઈ આવ્યા છીએ ? અમે ક્યાંય રોકાતાં જ નથી. રોજ સવારથી સાંજ સુધી ગાડીમાં બેસી રહો, જેવો કંઈ જોવા-વિચારવાનો સમય આવે કે પાછા નીકળી પડો. એટલી ગંદકી છે અહીંયા કે પહાડ યાદ રહેતાં નથી. ગંદકી આંખોની સામે ફેલાયેલી રહે છે. ચક્કર આવી રહ્યા છે. ઉલટી થતી નથી.....શું અમે અહીં આવીને ઠીક કર્યું ? સવારે સવારે પંકુલ કહે છે. આ સાચું તો છે કે આખી રાત હું પણ આ જ વિચારતી રહી છું. મને પણ અજબ ચક્કર આવી રહ્યા છે. સમય પસાર કરવા અમે