ઋણાનુબંધ - ભાગ-10 - અંતિમ ભાગ

(50)
  • 4.2k
  • 2
  • 2.1k

ઋણાનુબંધ ભાગ -૧૦ અંતિમ ભાગ:. હોસ્પિટલના બેડ પર બેઠેલી પ્રિયા એની આપવીતી કહી રહી હતી. હું અને આકાશ સાંભળી રહ્યાં. “મારી બચતના બધા પૈસા હોસ્પિટલમાં ભર્યા એમાથી ફક્ત બે દિવસનું હોસ્પિટલનું બીલ ચૂકવી શકાયું. પપ્પા બે મહિના હોસ્પિટલમાં રહ્યા. બધો ખર્ચ મિ. રાજવંશે જ ચુકવ્યો. ખૂબ મદદ કરી એમણે. પપ્પાને સારૂ ન થયું હોસ્પિટલમાંજ દમ તોડ્યો. મિ. રાજવંશે કરેલી આર્થિક મદદને લીધે હું એના અહેસાન નીચે દબાઈ ગઈ. હું હવે નોકરી છોડી શકું તેમ નહોતી. મેં મમ્મીને પણ પુના બોલાવી લીધી.” “થોડા દિવસો પછી ફરીથી એમણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એના અહેસાનના ભાર નીચે આ વખતે એને ના પાડવી મુશ્કેલ હતી.