કોરોના કથાઓ - 16. બાર વર્ષના બેઠા..

  • 1.6k
  • 642

બાર વરસના બેઠા..2020નું વર્ષ માનવજાત ક્યારેય ન ભૂલી શકે એવું આવ્યું. એમાં પણ કોરોનાએ તો કાળો કેર વર્તાવ્યો. લોકો ઘરમાં ને ઘરમાં રહ્યાં. ભલભલા ઓછું નીકળતા ને સાવચેતીઓનું અક્ષરશઃ પાલન કરનારા ઝડપાઈ ગયા અને બિન્ધાસ્ત ફરનારાથી કોરોના પણ ડરીને દૂર રહયો.એમાંયે ઘરમાં જ રહેનારા વૃદ્ધો સમાજથી, તેમનાં સામાજિક વર્તુળથી દૂર થઈ ગયા. એમાં એક રમુજી ઘટના મારા નજીકના બે વડીલો સાથે બની જે અહીં વર્ણવું છું."પપ્પા, ગજબ થ..ઈ ગયો. નલીનકાકા મળ્યા હતા. એમણે કીધું ઝાલા કાકાને કોરોનાએ ઝાલ્યા. બિચારા અકાળે ગુજરી ગયા." મિત્રનો પુત્ર ઘરમાં પેસતાં જ અંદર રૂમમાં કોઈ વોટ્સએપ સાહિત્ય વાંચવામાં મગ્ન તેના પિતા દવે સાહેબને કહી રહ્યો."હેં???