હાસ્ય લહરી - ૬૬

  • 2.5k
  • 910

બાપુજીના સીધા ચશ્માં..!                           ચશ્માં ઉબડા..આઈ મીન.. ઊંધા હોય કે સીધા, એનો કોઈ પ્રોબ્લેમ નથી. માણસની  નજર સીધી જોઈએ. નજર સ્થાન ભ્રષ્ટ થાય તો જ આડઅસર આવે..!  ભઈઈઈઈ.. ભલભલા કજોડા સંસારમાં સેટ થઇ જાય, તો ચશ્માં ક્યા બડી ચીજ હૈ..?  ઊંધા કે ચત્તા ચલાવી લેવાના..! બહુ નશ્કોરા નહિ ફૂલાવવાના..!  કાન હૈ તો કહાન હૈ..!  ચશ્માં ઉંધા પહેરો કે ચત્તા, કાનને કોઈ અડચણ આવવાની નથી. કાન સ્વયં જ એટલો  સહનશીલ છે કે, કાનમાં બીડી ભેરવો, મેઝર ટેપ ભેરવો કે, ચશ્માં ચઢાવો, નો પ્રોબ્લેમ..! જગ્યા પ્રમાણે બધું  સેટ કરી આપે..! પાડ માનો પરમેશ્વરનો કે શરીરમાં કાન ચોક્કસ જગ્યાએ ચોંટાડીને મોકલેલા છે. ધ બરડા પાછળ આપ્યા હોત તો..? આ તો એક વાત..! બરડામાં કોઈ શાબાસી આપવા ગયું તો. કાનનો