ધ સ્કોર્પીયન પ્રકરણ -50 દેવ અને દુબેન્દુ પોલીસ સ્ટેશન પહોંચ્યા. દેવ અને દુબેન્દુને ખાસ રૂમમાં બોલાવ્યાં ત્યાં દેવનાં પિતા અને DGP રોય બહાદુર રોય અને સિદ્ધાર્થ બેઠાં હતાં. દેવ રૂમમાં ગયો...પહેલાં પિતાને નીચે નમીને પગે લાગ્યો અને સિદ્ધાર્થ સાથે હાથ મિલાવ્યા. દેવનાં ચહેરાં પર હજી આશ્ચર્યનાં હાવભાવ હતાં. રાયબહાદુર રોયે દેવને ફરીથી નજીક બોલાવાયો એને ગળે વળગાવી વહાલ કર્યું અને કપાળ ચુમતાં કહ્યું "દેવ આપણી પેઢીમાં મારાં સાથે આપણાં પૂર્વજો બધાં પોલીસ કે મિલિટ્રીમાં હતાં તું મારો દિકરો ખુબ ભણ્યો ભણતર-ગણતર બધું મળ્યું પણ પોલીસની સેવા કે ડીફેન્સમાં ના જોડાયો...પછી થોડીવાર અટક્યાં અને બોલ્યાં... “દેવ છતાં તું આ વખતની