હાસ્ય લહરી - ૪૬

  • 2.1k
  • 692

મૌસમ પ્રમાણે ટાલ પડતી નથી..!                                   પાડો જન્મે ત્યારથી મરે ત્યાં સુધી પાડાથી જ ઓળખાય. વચમાં એના માટે કોઈ કૃપાદ્રષ્ટિ નહિ કે, કોઈ પ્રમોશન નહિ..! એવું જ ટાલનું..! એકવાર ટાલ પડે, પછી માણસ ટળે ત્યાં સુધી ટાલ જ સાથ આપે. એની વાઈફ પણ એટલો સાથ નહિ આપે. સીનીયર ટાલનો આદર કરવાની આપણે ત્યાં કોઈ જોગવાઈ નથી. વાળંદે પણ ટાલ જોઇને ડોળા કાઢ્યા હોય..! આમ જુઓ તો ટાલ બીજું કંઈ નથી, પતિ-પત્નીની છુટાછેડી સુધી ચાલેલી ચળભળ જેવું છે. પતિ-પત્ની છુટા થાય, એમ બાલ સાથે કાંસકીની બબાલ થાય, અને કાંસકીએ કહી દીધું હોય કે,  ‘હું તારા ફળિયામાં પગ નહિ મુકું’ તેમાંથી ટાલનો