હાસ્ય લહરી - ૪૦

  • 3.2k
  • 1.2k

સાફસફાઈ દિવાળીનું મંગલા-ચરણ છે..!                                                        દિવાળી આવે એટલે, પહેલો હુમલો ‘સાફસફાઈ’ નો આવે. મનના ખૂણા જેવાં હોય તેવાં ચલાવી લેવાના, પણ ઘરના ખૂણામાંથી કચરા-પોતા તો કરવાના. ખુણાઓ પણ ટાંપીને જ બેઠાં હોય કે, ક્યારે દિવાળી આવે અને અમારી દેહશુદ્ધિ થાય. આસુરી શક્તિનું જે થવાનું હોય તે થાય, પણ ઝાપટઝૂપટનો વેધ દશેરાથી ભરાવા માંડે. દિવાળી એટલે સાફસૂફી, ડિવાઈ એટલે રંગોળી, દિવાળી એટલે આતશબાજી  દિવાળી એટલે અંતરનો ઉઘાડ, દિવાળી એટલે પ્રકાશનું પર્વ, ઉમળકાઓનું આદાન-પ્રદાન, હૈયાની હેલી અને વિચારોનું વૃંદાવન,..! વાર્તા પૂરી..! એક જ મુદ્દાનો મુખ્ય કાર્યક્રમ આસુરી વિચારધારા ભલે ઘરના મેમ્બર બનીને જીવતી, પણ દિવાળી આવે એટલે ઘર ચોખ્ખું ચણક જોઈએ. લગન વખતનો કહેવાતો