હનીમુનનો હવન તાજાં પરણેલાઓની તો વાત જ નોખી, એમની દુનિયા પણ અનોખી. એમની પૃથ્વી એમની ધરી ઉપર જ ફરે. એટલે તો લગન પછી, પ્ણીરકૃતિની ગોદમાં ઢંકાવાને બદલે, પ્રાણી સંગ્રહલાયની સફરે ગયાં. થયું એવું કે, પ્રાણીઓ એમને જોવા બહાર નીકળ્યા. એ તો સારું છે કે, તેઓને એકદમ બહાર આવતાં પાંજરાના સળિયા નડ્યા..! પ્રાણીઓ પણ ગેલમાં તો આવે જ ને..? જેમ પ્રેમ કરવા માટે આ લોકોને દુનિયા આડી આવે, ને પ્રાણીઓને પાંજરા આડા આવે, ..! બંને જણા એકબીજાને ધારી-ધારીને જુએ. આ લોકો તો પ્રાણીઓની વસ્તી ગણતરી કરવા નીકળ્યા હોય એમ એક પછી એકની મુલાકાત લેવા લાગ્યા. પાંજરાની સિંહણને શું અદેખાય ઉપડી કે,