કોને ભૂલુંને કોને સમરુ રે - 155

  • 1.7k
  • 1
  • 700

સવારમા ફરી કુંવરજીબાપા પધાર્યા...."એ આવો આવો.."જયાબાએ ઉમળકાથી સ્વાગત કર્યુ..આ મારા કુંવરે મારી ઉંઘ હરામ કરી નાખી છે...એકબાજુ દિલીપ ગાંધી મને ફોન કરીને પુછ્યા કરે..છે,"શું થયુ..?છોકરાને સુરભી ગમી...?આપણને તો છોકરોબહુ હસમુખ અને પાણીદાર લાગ્યો..જરાજવાબ તો લાવો..કાકા...કંઇ પુછવું હોય કંઇ કહેવુ હોય તો ભલેને બીજી મીટીંગ કરે ત્રીજી કરે અમારાતરફથી બધી છુટી છે..બોલો...છેને ભાગ્યશાળી મારો કુંવર..?આવા માગા માટે બધા મરતા હોય પણઆ દિલીપ હા ન કહે ..આ તો વાત કરુ છું.."ચદ્રકાંત કામકાજ માટે નિકળવાની તૈયારીમાં હતા તેમણે બાપાની બધી વાત સાંભળી લીધી.."બાપા આવતા રવિવારે સાંજે એમના ઘરે નહી બહાર લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં ગાર્ડન છે ત્યાંસાંજે છ વાગે મળીશ...એમના ઘરનો નંબર આપી રાખજો