કોને ભૂલુંને કોને સમરુ રે - 151

  • 1.1k
  • 408

"બા, હવે આ ચંદુડાનુ લગનનુ કરવુ પડશે તું ક્યાં સુધી ઢસરડા કરીશ ?એક બાજુ ભાઇની આવી તબિયત...ક્યારે શું થાય કંઇ ખબર ન પડે..અને આપણી મોટા ઘરની નામની આબરુ હજી તો છે એટલે સારા ઘરની છોકરી મળી રેશે...જયાબેનને જે મનમાં ડર હતો તે મોટીબેન કહ્યો અને સાવચેત કર્યા જયાબેન પણ સમજી ગયા હતા કે આ આબરૂ અને મોટા ખોરડાની વાત બહુ લાંબી નહી ચાલે “ મોટીબેન."મને ય ખબર છે પણ આપણે પૈસે ટકે સાવ ધસાઇ ગયા છીએ એટલે આ છોકરાને માટે મોટા ઘરનું માગુ આવે તો બેડો પાર થઇ જાય અને કાયમ ચંદ્રકાંતને સાસરાનો ટેકો રે..એટલે આપણે ઉપાધી નહી.."જયાબેન કેટલા તિરંદાજ