કોને ભૂલુંને કોને સમરુ રે - 141

  • 1.4k
  • 572

એ દિવસે શનિવારે મુંબઇ સતર અઢાર કીલોમીટરનો રાઉંડ પુરો થયો ત્યારે ચંદ્રકાંત બપોરના એકવાગે મુંબઇ કાલાઘોડા ઉપર જહાંગીર આર્ટ ગેલેરીમાં અંદર કોઇ મરાઠી પેઇન્ટરનુ પેઇંટીંગનુ એક્ઝીબીશન હતુ..પોતાને થોડી ફુરસદ હતી .અંદર જઇને જૂનો કલાકાર જીવ ફરીથી જાણે આળસ મરડીને બેઠો થયો .થોડીવાર સુધી અંદર એક એક પેઇન્ટીંગને દુરથી પછી નજીકથી જોતા ખોવાઇ જતા હતા... અડધી કલાક પસાર થઇ ગઇ બહાર કુલરથી ઠંડુ પાણી પીધુ .મુંબઇનુ ક્રીમ આર્ટ લવર ક્રાઉડ જહાંગીર આર્ટગેલેરી ઉપર વધતુ જતુ હતુ ..બહારના પગથીયે ચંદ્રકાંત થાક ઉતારતા બેઠા હતા .બે પગ ઉપર ઇકોલેકની બેગ હતી...ઠંડો પવન,ચારે તરફ હરીયાલી અને કોઇ લધરવધર તો લાંબા ઓડીયાવાળા કોઇ લેંઘાઝબ્બામાં તો