આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 16

  • 2.9k
  • 1.5k

*.........*...........*.........*.........*" ઘર આવી ગયું...." આકાશે ગાડી રોકી." ઓહ...હા.." આભા પોતાના વિચારો માંથી બહાર આવી.ત્યાં બધા રાહ જોઈને ઉભા હતા. આકાશે ગાડી માંથી ઉતરતા પહેલા આભા માથા પર સાડી નો પલ્લું લેવડાવ્યો. આજ સુધી ઘરે ક્યારેય કોઈ રોકટોક ન કરનાર આકાશનું વર્તન આભા ને નવાઈ પમાડી રહ્યું હતું. પણ એ આકાશની ઈચ્છા મુજબ જ વર્તી રહી હતી."આવો આવો મે'માન." અતિ હેતાળ અવાજે અમને આવકાર આપ્યો."કેમ છો બાપુજી? કેમ છો બા ?" કહી આકાશ તેમને પગે લાગ્યો. અને આભા પણ માથા પર નો પલ્લું સરકી ના પડે એમ પલ્લું સંભાળતા આકાશ ને અનુસરી. નાનકડી આકૃતિ પણ બાપૂ, બા કહેતા એમની પાસે દોડી