ઉંમરનો તકાજો

  • 1.6k
  • 1
  • 636

।। ઉંમરનો તકાજો ।।             ‘‘મંમી, ચા,” સેફાલી એ વૈભવીને ચા નો કપ આપતા ચાની ટ્રે તેમની નજીક રાખતાં જ  તેમણે પુછ્યું, વિવેક આવી ગયો.        ‘‘હા, હમણાં જ આવ્યા, થાકીને આવ્યા હશે એટલે ફ્રેશ થવા ગયા. આપને બીજું કાંઈ જોઇએ છે.”       ‘‘ના બેટા, કંઇ જોઇતું નથી,” વૈભવીએ કહ્યું એટલે સેફાલી ચા પીવા ડ્રોઇંગરૂમમાં આવી વિવેક સાથે બેઠી.        વિવેકે સેફાલીને કહ્યું, ‘‘પરમદિવસે અંબાકાકી આવનાર છે, તેમનો ફોન આવ્યો હતો, જઇને મંમીને કહું છું, તે જાણીને ખુશ થશે.”        સેફાલીને ખબર હતી કે અંબાકાકી અને મંમનો બહુ જૂનો સંબંધ છે. બંને જામનગરમાં એક જ શાળામાં શિક્ષિકા તરીકે વર્ષો સુધી સાથે ફરજ