સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -33

(81)
  • 5.5k
  • 3
  • 3.7k

સોહમ ટ્રેનમાંથી ઉતર્યો અને ચાલતો ચાલતો ઓફીસ જઈ રહેલો. એનાં મનમાં બધાં વિચારો ચાલી રહેલાં. ઓફીસ આવવા નીકળ્યો એ પહેલાંજ એણે સુનીતાને બોલાવીને ટકોર કરી કે “તેં મને જણાવ્યું નહીં કે તું કોલ સેન્ટર જોઈન્ટ કરવાની છે ? કંઈ નહીં કામ કરવું કંઈ ખોટું નથી પણ તારું ભણવાનું બગડે નહીં એ જોજે તારે છેલ્લું વર્ષ છે પછી તારે આગળ જે ભણવું હોય એ ચાલુજ રાખજે.”“હાં સુની...બીજી ખાસ વાત કે મને તારાં કોલ સેન્ટરની બધીજ ડીટેઈલ્સ આપ તારાં ટાઇમીંગસ ત્યાંનાં કોન્ટેક્ટ નંબર,નામ ,ઓનર કોણ છે ? તારો ઈમિજીયેટ બોસ કોણ ? તારી સેલેરી કેટલી છે ? ઇન્ટરવ્યૂ વખતે શું ટર્મ્સ નક્કી