ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. પોતાના એપાર્ટમેન્ટના ફળિયામાં આવીને રાઘવે સાઇકલ રીતસરની ફગાવી એમાં લટકતા થેલાને એમાંથી ઢોળાતા સામાનની પરવા કર્યા વગર એ દોડ્યો અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પોતાના ફ્લેટના દરવાજે પહોંચ્યો. અને સહેજ ધક્કો માર્યો બારણું અંદરથી ખુલ્લું જ હતું. એના ધક્કા સાથે બારણું પૂરું ખુલી ગયું. એ ઝપાટાભેર અંદર પ્રવેશ્યો. અને અંદર નું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો. "બારણું બંધ કર" કડક આવજે મોહનલાલે આદેશ આપ્યો. અને એ સાંભળીને જાણે રોબોટ હોય એમ રાઘવે બારણું ચુપચાપ બંધ કર્યું કારણ કે એણે જોયું તો એનો ભાઈ