ડૉકટર જી

(18)
  • 2.4k
  • 4
  • 866

ડૉકટર જી-રાકેશ ઠક્કરઆયુષ્માન ખુરાનાની ફિલ્મ આવે ત્યારે એનો વિષય દર્શકને અસહજ મહેસૂસ કરાવે એવો જરૂર હોય જ છે. આ વખતે પુરુષ ગાયનેકોલોજીસ્ટની ફિલ્મ 'ડૉકટર જી' લઇને આવ્યો છે. ફિલ્મ જોયા પછી કેટલાકને ટાઇટલ ખોટું લાગી શકે છે. જે ખરેખર 'ડૉકટર ઇ' હોવું જોઇતું હતું. કેમકે એમાં કોમેડી તો છે પણ ઇમોશન વધારે છે.ફિલ્મમાં કંઇક નવું આપવાનો પ્રયાસ થયો છે. એક પુરુષ જ્યારે સ્ત્રીરોગ નિષ્ણાત બનવા જાય છે ત્યારે એના મનમાં શું ચાલતું હોય છે એ બતાવવામાં આવ્યું છે. સારી વાત એ છે કે મેડિકલની ભાષા અને કેટલાક એવા દ્રશ્યો હોવાથી પુખ્ત વયનાની ફિલ્મ ગણાઇ છે પરંતુ દ્વિઅર્થી સંવાદનો સહારો લેવામાં