એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૪

  • 3.1k
  • 1.3k

જસુબેન નિત્યાના હાથમાંથી ગ્લાસ લઈ દેવના રૂમ તરફ આગળ વધ્યા.નિત્યાએ એમણે રોકવાની ઘણી કોશિશ કરી પણ બધી જ કોશિશ નાકામ રહી.નિત્યા મનમાં વિચારવા લાગી કે,"જો મમ્મી દેવને નશાની હાલતમાં જોશે તો શું થશે.મમ્મીને ખૂબ દુઃખ થશે.મારે ગમે એ કરીને એમણે રૂમમાં જતા રોકવા પડશે.પણ કરું તો શું કરું,કઈ સમજાતું નથી"જેવા જસુબેન રૂમના દરવાજાની નજીક પહોંચ્યા એવો જ રસોડામાંથી કઈક પડવાનો અવાજ આવ્યો એટલે જસુબેને પાછળ ફરીને જોયું.એ ફટાફટ નીચે આવ્યા અને રસોડામાં ગયા.ત્યાં જઈને જોયું તો નિત્યાના હાથમાંથી કોલડ્રિન્કવાળી ટ્રે પડી ગઈ હતી અને નિત્યા નીચે પડેલા કાચના ટુકડા સાફ કરી રહી હતી.નિત્યાને ખબર હતી કે જો રસોડામાં કંઈક ગડબડ