દશાવતાર - પ્રકરણ 17

(158)
  • 5k
  • 2
  • 2.7k

           બધાને વિદાય આપીને વિરાટ જ્યારે તેની ઝૂંપડીએ પહોંચ્યો ત્યારે સૂરજ પણ જાણે તેની જેમ જ આખા દિવસનો થાકી ગયો હોય એમ ઝાંખો થવા લાગ્યો હતો. ક્ષિતિજ પર પશ્ચિમમાં રતુંબડી જાય ફેલાવી એ ડૂબવાની તૈયારીમાં હતો. આખું આકાશ જાણે ભડકે બળતું હોય તેમ રાતી જાય આકાશની છાતીને ચીરીને શેરડા પાડતી હતી. એક પળ માટે તો એને થયું જાણે સૂરજ પણ આ કળિયુગમાં અંધકાર સામે છેલ્લી લડાઈ લડતો હોય પણ એ અંધકારનો યુગ હતો અને અંધકાર થોડાક સમયમાં જ આકાશમાં પોતાનું સામ્રાજ્ય જમાવી લેશે એ સ્પષ્ટ દેખાતું હતું. આ યુગમાં ઉજાસ પર અંધકાર હાવી થઈ જાય એ