સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -29

(84)
  • 6.3k
  • 4
  • 4.1k

સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -29       સાવી બોલી “એ સ્ત્રીનાં બધાંજ કપડાં ઉતારી નાંખ્યાં મારી નજર સામે એક જુવાન સ્ત્રીનું સાવ નગ્ન શબ હતું મને શરમ આવી રહી હતી હું માત્ર 17 વર્ષની આસપાસની છોકરી આવું જોવા ટેવાયેલી નહોતી તાંત્રિક જાણે સમજી ગયાં હોય એમ બોલ્યાં...ચાલ આપણાં આસન લાવ આપણે અહીં આની સામેજ બેસીશું અને હવનયજ્ઞ બીજી વિધી કરીશું...” “એક સ્ત્રીનાં શરીરને જોઈને તારે મારે વિઘી કરવાની છે એમાં એક સ્ત્રીની એટલે કે તારી જરૂર છે. એ પણ ઉભા થઇ ગયાં એમણે હવનકુંડ એ સ્ત્રીની સામે સરસથાપિત કર્યો મેં આસન ગોઠવ્યાં મને કહે તું આ આસન પર બેસી જાં.