‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 11-12

  • 3.3k
  • 2
  • 1.5k

11 કોઈ મારો પગ કાપી રહ્યું છે, ઢીંચણથી નીચે. -આ તો એકદમ ગળી ગયો, ખરાબ ફ્રોસ્ટ બાઇટ છે. આંખ ખૂલી ગઈ, સારું થયું, નહીં તો સપનામાં પૂરો પગ કપાઈ જતો ! ક્યાં છીએ અમે ? રૂબી ? પંકુલ ? -રસ્તામાં. તમે તો ગાડીમાં બેઠાં બેઠાં જ ઊંઘી ગયાં હતાં! -સમય કેટલો થયો છે ? - સવારના સાડા ચાર વાગ્યા. ખબર પડી કે ઝાંગ્મૂથી અમે ભારે વરસાદમાં નીકળ્યા હતાં રાતે બે વાગે, ને લગભગ અડધા કલાક પછી રસ્તો બંધ થઈ ગયો હતો. આગળ એક ખડક નીચે આવી પડ્યો હતો. ચીની સેના એને સાફ કરવામાં લાગી હતી. અમે સાવ અંધારામાં ઊભાં હતાં.