ધૂપ-છાઁવ - 76

(32)
  • 4.1k
  • 1
  • 2.4k

લગ્નનો માંડવો ઘર આંગણે બંધાઈ ચૂક્યો હતો બંને વરઘોડિયા બેમાંથી એક થવાની લગ્ન ની શુભ ઘડીની રાહ જોઈ રહ્યા હતા. લક્ષ્મીના મનને આજે ઘણી રાહત હતી કે પોતાની દીકરી સુખમાં જઈ રહી છે અને તેને ગમતું પાત્ર તેને મળી રહ્યું છે. આ બાજુ ઈશાનના મમ્મી પપ્પા પણ ઘણાં બધાં વર્ષો પછી પોતાના વતનમાં આવ્યા હતા પરંતુ તેમણે અહીં પોતાનું ઘરબાર કશુંજ રાખ્યું નહોતું તેથી થોડો અફસોસ અનુભવી રહ્યા હતા કે પોતાનું ઘર હોત તો દીકરાને પોતાના ઘરેથી જ પરણાવત..અને તેમને બીજો એક વિચાર પણ આવી રહ્યો હતો કે, ઈશાન જો અહીં ઈન્ડિયામાં જ સેટલ થઈ જાય તો તેને શેમ અને