છૂટાછેડાનાં પરિણામો તો વિચારો?!

  • 2.1k
  • 804

   છેલ્લા બે દાયકામાં તેમાં ય છેલ્લા દાયકામાં ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ વધેલું જોવા મળે છે ! ભર યુવાનીમાં લગ્નજીવનનો પ્રેમ, આનંદ, હૂંફ ગુમાવીને દુઃખના ડુંગરો માથા પર ખટકાઈ ગયેલા જોવા મળે છે એમના જીવનમાં !     પચીસેક વર્ષની એક યુવતી અવારનવાર મનની શાંતિ માટે આવતી. આવે ત્યારે પતિના તીખા, શંકાશીલ તથા સંકુચીત સ્વભાવની કાયમ ફરિયાદ કરતી. દરરોજ ખીટપીટો ચાલતી ને એમાંથી મોટું સ્વરૂપ થઇ ગયું. બન્નેવ જણ ઉચ્ચ શિક્ષણને પામેલાં, ઉચ્ચ સંસ્કારી ખાનદાનનાં ફરજંદો હતા. યુવતીને વારંવાર સમજાવવાનાં પ્રયત્નો ચાલુ હતા. આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી તેને અંદર તો શાંતિ થઇ ગઈ. પણ ડહોળાયેલું લગ્ન જીવનને એ સ્વચ્છ કરી શકે તે