દશાવતાર - પ્રકરણ 14

(156)
  • 4.6k
  • 2
  • 2.6k

          ભલે ત્રિલોક કહેતો કે હું ક્યારેય નહીં પકડાઉં પણ એ અને જીવીકા બંને જાણતા હતા કે એક દિવસ એ નિર્ભય સિપાહીઓ કે પાટનગરના ગુપ્તચરોના હાથે પકડાઈ જશે પણ એ બહાદુર હતો. પદ્મા એ બહાદુર દીકરી હતી. એ ક્યારેય હિંમત ન હારતી. એ પહેલીવાર ગંગાની કેનાલમાં કૂદી એ સમયે બાર વર્ષની હતી. ઘરમાં ખાવા-પીવા કશું નહોતું. પદ્મા અને જીવીકા ત્રણ દિવસથી ભૂખ્યા હતા. જીવીકા માનસીક રીતે અસ્વસ્થ હતી. એ કશું કરી શકે તેમ નહોતી.. પદ્માને ગંગામાં કૂદકો લગાવવા સિવાય કોઈ રસ્તો નહોતો.            ત્રિલોક ઘણીવાર કહેતો કે હિંમતની કોઈ સીમા નથી. પદ્મા